મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને મીઠાઇના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને મીઠાઇના ધંધાર્થીએ ડેમમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતેથી કોહવાઈ ગયેલ હાલતમાં એક યુવાનની ડેડબોડી મળી હતી.મોરબી તાલુકા પોલીસે તપાસ કરતા મોરબીના નગર દરવાજા ચોક વિસ્તાર આસપાસ મિઠાઇ અને માવાની હોલસેલની દુકાન ધરાવતા યુવાને આર્થિક સંકળામણના લીધે અંતિમ પગલું ભર્યું હોય તેવું સામે આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસેના મચ્છુ-૩ ડેમ ખાતેથી કોહવાઈ ગયેલી હાલતમાં જીતેશભાઈ દલસુખભાઈ ખંભાતી (ઉમર ૪૬) રહે.હવેલી શેરી ગ્રીનચોક પાસે મોરબી નામના જૈન વણિક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જે કોહવાઈ ગયેલી હાલતમાં હોય તેને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ મોરબીના નગરવાજા ચોક પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા હતા અને તેઓ હોલસેલમાં માવા તથા મીઠાઈનો ધંધો કરતા હતા.આર્થિક કારણોસર તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે નગર દરવાજા ચોક પાસે આવેલ જાણીતા ભૂરા ભાણજી પેંડાવાળાના આગલી પેઢીએ તેઓ કૈટુંબીક ભાઈ થતા હોય અને હાલ તેઓ પણ જથ્થાબંધમાં મીઠાઈ તથા માવાનો ધંધો કરતા હતા.છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણમાં હોય તેઓએ અંતિમ પગલું ભરી લીધેલ છે.
યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતો સાગર પ્રવીણભાઈ બરાસરા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં બાઈકની ચેઇન તૂટી જતા બાઈક સહિત સીએનજી રીક્ષા સાથે અથડાયો હતો.જે બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ કેકે હિલ એપાર્ટમેન્ટ સામે ગ્રાઉન્ડમાંથી આશરે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને બેભાન હાલતમાં ૧૦૮ વડે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલા દલવાડી સર્કલ નજીક ગોકુલ-મથુરા સોસાયટી ખાતે બાઈકમાંથી પડી જતા દર્શ અમિતભાઈ કાલરીયા (૧૨) રહે.ઉમા ટાઉનશિપ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 




Latest News