મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ


SHARE









માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ

માળીયા (મિ.) ના સરવડ ગામે રહેતા વૃદ્ધે બોગસ સોગંદનામા, બોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને તેઓની ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને એક મહિલાને ખેડૂત ખાતેદાર બનાવી હતી જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં 18 મે ના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જો કે, બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે ખેડૂતો બનનારા, વારસાઇ આંબાને ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડુત ખાતેદાર બનનાર તમામ, બોગસ વારસાઇ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને પોલીસ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધાયેલ હતો પરંતુ કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી કરીને સરકારે આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપી દીધેલ છે.

માળીયા (મિ.)ની સરવડ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરા (24) એ ગત તા 18/5/25 ના રીજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ પ્રભાશંકર રાવલ રહે. સરદારનગર સરવડ તાલુકો માળીયા(મિ.) તથા બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી મહેશ પ્રભાશંકર રાવલએ બોગસ સોગંદનામા આધારે બોગસ વારસાઈ આંબો બનાવેલ હતો અને તે બોગસ વારસાઈ આંબા આધારે હંસાબેન નામની મહિલા તેની દીકરી ન હોવા છતાં પણ હંસાબેનને વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તે મહિલા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં બોગસ વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરીને ખેતીની જમીનમાં મહેશભાઇ રાવલે તેના ત્રણ સાચા સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને ખોટી રીતે પોતાની દીકરી બનાવીને વારસદાર બનાવેલ હતી. અને અધિકારીઓ સાથે મિલાપીપણું કરીને બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું. જે ગુનામાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી જેથી સરકાર દ્વારા આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવેલ છે,

અત્રે ઉલેખનીય છેકે, સરવડના તત્કાલીન તલાટી મંત્રીએ તા. 1/2/22 ના રોજ બનાવેલ વારસાઇ આંબામાં મહેશભાઈ રાવલની ઉમર 62 વર્ષ અને તેની દીકરી તરીકે જે મહિલા હંસાબેનનું નામ લખવામાં આવ્યું છે તેની ઉમર 58 વર્ષ દર્શાવેલ છે.જેથી બાપ અને દીકરીની ઉમર વચ્ચે માત્ર 4 વર્ષનો તફાવત થાય છે ! જે બાયોલોજીકલી કે પછી કોઈપણ રીતે શક્ય નથી. જેથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે હંસાબેન સોંગદનામુ કરનાર મહેશભાઈ રાવલના દીકરી નથી અને સોગંદનામું તથા વારસાઇ આંબો બોગસ બનાવીને હંસાબેન કે જેઓ ખેડુત ખાતેદાર ન હતા તેઓને ખેડુત ખાતેદાર બનાવેલ છે.જેથી સરવડના હાલના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 120 (બી) અને 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા જો કે, હજુ સુધી જે આરોપીઓ પકડાયેલ ન હતા જે હવે ગણતરીના દિવસોમાં પકડાય તેવા સંકેતો મળી રહ્યા છે.




Latest News