મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર કન્ટેનર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના ઘુંટુ રોડ ઉપર કન્ટેનર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઘરેથી નોકરીએ જઈ રહેલા વૃદ્ધને સાયકલ સહિત કન્ટેનરના ચાલકે હડફેટે લેતા માથા તથા શરીરે થયેલ ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નિપજયુ હતું.બનાવ બાદ કન્ટેનરનો ચાલક ઘટના સ્થળે વાહન છોડીને ભાગી છુટ્યો હતો.જેથી હાલ મૃતકના પુત્રએ નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં દિનેશભાઈ નથુભાઈ સોલંકી (ઉમર ૪૪) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ પાસે હનુમાન મંદિર નજીક જુના ૨૫ વારીયા કંડલા બાયપાસ મોરબી એ કન્ટેનર નંબર જીજે ૧૨ એટી ૮૩૮૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા નથુભાઈ ભનાભાઈ સોલંકી (ઉમર ૬૦) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ૨૫ વારીયા વિસ્તાર કંડલા બાયપાસ મોરબી વાળા તેઓની સાઇકલ લઈને તા.૪-૬ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં સન ગોલ્ડ સીરામીકમાં સિક્યુરિટીનું કામ કરતા હોય નોકરીએ જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ શિવ શક્તિ કોમ્પલેક્ષ પાસે પહોંચ્યા ત્યારે ઉપરોક્ત નંબરના કન્ટેનરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા અને કન્ટેનરના પાછળના જોટામાં આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તથા જમણો પગ ભાંગી જવાથી અને શરીરે નાની-મોટી ઈજાઓ થવાથી નથુભાઈ ભનાભાઈ સોલંકીનું મોત નિપજયુ હતું.બનાવ બાદ કન્ટેનર ચાલક ઘટના સ્થળે તેનું વાહન મૂકીને ભાગી છુટ્યો હોવાથી હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા દિનેશભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી ભાગીને છુટેલા કન્ટેનરના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સંજય રામદાસ કેવટ નામના ૩૬ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસએ તપાસ કરતા સામે આવ્યું હતું કે ઘરે પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્ની દ્વારા તેને માર મારવામાં આવતા તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.! બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના યુ.જે.ટાપરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે જાંબુડીયા ખાતે રહેતા ચંદુભાઈ ભીખુભાઈ મુંદડીયા નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલએ લવાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે આવેલ ગોલ્ડન પેપર મિલના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની પલ્લવી અનિલભાઈ આદિવાસી નામની પાંચ વર્ષની બાળકી કોઈ કારણોસર ડીઝલ પી ગઈ હતી જેથી તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને પાનેલી ગામે રહેતા દેવુબેન શીવાભાઈ ખાણધર ગામના પાદર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક પાછળથી પડી જતા ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.તેમ તાલુકા પોલીસે જણાવેલ છે.






Latest News