મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન


SHARE









મોરબી જિલ્લામાં થતી ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો આપ કરશે આંદોલન

મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હળવદ, માળિયા-મિયાંણા, ટંકારા, વાંકાનેર અને મોરબી તાલુકામાં ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી રોકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટું નુકશાન થઈ રહ્યું છે. વાંકાનેર જડેશ્વર મહાદેવ મંદિર તેમજ વાંકાનેર તાલુકાના પાડધરા, માટેલ, ભીમગુંડા, ચિત્રખડા, લુણસરિયા-થાન રોડ પરથી પણ ખનિજ માફિયાઓ બે રોકટોક રાત-દિવસ ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે. આ ખનિજ ચોરીના માલનું વહન કરવા માટે ખનિજ માફિયાઓ મસમોટા હપ્તાઓ આપતા હોવાની પણ ચર્ચા છે ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો અધિકારી દ્વારા ખનીજ ચોરીને રોકવામાં આવશે નહીં તો આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર ખનિજ ચોરી અટકાવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે




Latest News