મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટોલનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ: 2.60 લાખનો મુદામાલ કબ્જે


SHARE









વાંકાનેર નજીક ટોલનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ: 2.60 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર બાઉન્ડ્રિ ચેક પોસ્ટ પાસે નીકળે ઇનોવા કારને પોલીસે રોકવા માટેનો ઇસરો કર્યો હતો જો કે, કાર ચાલકે તેની કારને ત્યાંથી મારી મૂકી હતી જેથી પોલીસે કારનો પીછો કરીને વાંકાનેર નજીક આવેલ ટોલનાકા પાસેથી ઇનોવા કારને પકડવામાં આવી હતી અને ચેક કરી હતી ત્યારે તેમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને 2.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે બાતમી મળેલ હતી કે, સીલવર કલરની ઈનોવા કાર નં. જીજે 10 એફ 8160 માં દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી રાજકોટ અથવા વાંકાનેર જવા છે જેથી પોલીસ વાંકાનેર બાઉન્ડ્રિ નજીક વોચમાં હતી તેવામાં ઈનોવા કાર બાઉન્ડ્રિ ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે કારના ચાલકે તે કારને મારી મૂકી હતી જેથી તેનો પોલીસે પીછો કર્યો હતો અને વાંકાનેરના વધાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારને પોલીસે રોકાવી હતી અને ત્યાર બાદ કારને ચેક કરવામાં આવતા તેમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવેલ હતો જેથી 60 હજારનો દારૂ અને 2 લાખની કાર આમ કુલ મળીને 2.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને શાનબાજ આશીફભાઈ મીર રહે. હાલ જોગાસર રોડ, પાણીની ટાંકી નાડીયાવાસ, ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં માલ મંગાવનાર તરીકે રેહાનભાઈ ઈમરાનભાઈ પલેજા રહે. કાલીકા પ્લોટ મોરબી અને માલ મોકલનાર તરીકે અનિલભાઈ ઉર્ફે અમરદિપભાઈ ભાભલુભાઈ ગોવાળીયા રહે. ખાટડી તાલુકો ચોટીલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News