મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે 'હરિત યોગ' કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે 'હરિત યોગ' કાર્યક્રમ યોજાયો
ઘરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો હતો.મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરીયાના નિદર્શનમાં ગત તા.૫-૬-૨૫ ના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તેમજ ‘૧૧ માં વિશ્વ યોગ દિવસ-૨૫’ના કાઉન્ટડાઉન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરાવવામાં આવ્યા હતા. ‘હરિત યોગ’ અંતર્ગત ધરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ગુડૂચી, પાનફૂટી જેવા ઔષધીય રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો.જીજ્ઞેશ બોરસાણિયા, ડો.ખ્યાતિ ઠકરાર તથા ડો.વિરેન ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકર મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા યોગ નિર્દશન કરવામાં આવ્યું હતું.






Latest News