મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાથી ૩૫૦ કરતાં વધુ રઝડતા ઢોરને પકડવામાં આવ્યા: જયરાજસિંહ જાડેજા
SHARE
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાથી ૩૫૦ કરતાં વધુ રઝડતા ઢોરને પકડવામાં આવ્યા: જયરાજસિંહ જાડેજા
મોરબી શહેરના લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે તેને મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં રઝડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા દિવસો અંદર મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી ૩૫૦ કરતાં રઝડતા ઢોરને પકડીને મોરબી પંચાસર રોડ પર આવેલ પાલિકાની જગ્યા ખાતે જે ખાસ વ્યવસ્થા પાલિકા દ્વારા ઊભી કરવા માટે ત્યાં ઢોરને રાખવામાં આવી રહ્યા છે તેવું પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યુ છે
મોરબી શહેરના મોટાભાગના સોસાયટી વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો ઉપર ૨૪ કલાક રઝડતા ઢોરના કારણે ટ્રાફિક, ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે અને અવારનવાર રઝડતા ઢોર યુદ્ધે ચડતાં હોવાના કારણે ઘણી વખત લોકોના જીવ પડીકે બંધાય છે અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી હતી જેથી કરીને દિવાળી પહેલા મોરબી નગરપાલિકા કચેરી ખાતે પાલિકાન પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં યોજાયેલી મીટિંગમાં રઝડતા ઢોરને પકડવા માટે અને તેને પકડયા બાદ રાખવા માટેની ખાસ વ્યવસ્થા પાલિકા દ્વારા ઉભી કરવામાં આવેલી છે તેવું કહેવામાં આવ્યું હતું અને હાલમાં તે વ્યવસ્થા કાર્યરત થઈ ગઈ હોય શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબીવાસીઓને રઝડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે તેને શહેરમાંથી ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે આ કામગીરી શરૂ કરતાં પહેલા મોરબી પંચાસર રોડ ઉપર નગરપાલિકાની જગ્યા આવેલી છે ત્યાં ઢોરને રાખવા માટેની ખાસ વ્યવસ્થા પાલિકા દ્વારા ઉભી કરવામાં આવી છે અને ત્યાર બાદ ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઇ છે હાલમાં છેલ્લા દિવસોમાં મોરબી પાલિકાની ટીમ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ૩૫૦ કરતાં વધુ ઢોરને પકડવામાં આવ્યા છે
મોરબી પાલિકાના પ્રમુખ કે.કે. પરમારની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે લોકોને છેલ્લા ઘણા સમયથી રઝડતાં ઢોરનો પ્રશ્ન સતાવી રહ્યો હતો અને આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે થઈને ઢોરને શહેરમાથી ઉપાડવામાં આવ્યા બાદ ઢોરના ચારા, પાણી અને રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરવી જરૃરી હતી માટે તાત્કાલિક ધોરણે પંચાસર રોડ ઉપર આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ત્યારબાદ શહેરમાંથી ઢોરને પકડીને લોકોને રઝડતા ઢોરની પીડામાંથી મુક્તિ આપવા માટેની કવાયત પાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ૧૦૦ ટકા તેના સારા પરિણામ મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે