આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ
SHARE
આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે ત્રણમાં માર્કેટ યાર્ડ આવેલ છે જેમાથી હાલમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરેલ છે ત્યારે મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા ૨ સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, હળવદ યાર્ડમાં ઊભા વાહનમાં કપાસની હરરાજી ચાલુ રાખવામા આવી છે તે સિવાય તમામ જણસની હરરાજીને બંધ રાખવામા આવી છે અને વાંકાનેર યાર્ડમાં જગ્યા હશે તો જ માલ ઉતારવામાં આવશે નહીં તો વાહનને ઊભું રાખવામા આવશે અને જે વેપારીનો માલ ખુલ્લામાં પડેલ છે તેઓને ગોડાઉનમાં માલ મુકવા માટે કહેવામા આવ્યું છે