આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ
વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો
SHARE
વાંકાનેરમાં શહેર પી.આઈ. સરવૈયાનો નિવૃત વિદાઈ સમારોહ યોજાયો
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં થોડા સમય પહેલા જ નિમાયેલા શહેર પી.આઈ. વય મર્યાદા સબબ નિવૃત થતાં શહેર પોલીસ મથક ખાતે નિવૃત્ત વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વાંકાનેર શહેર પી.આઈ. બી. જી. સરવૈયા વય મર્યાદા સબબ નિવૃત્ત થતાં યોજાયેલ આ કાર્યક્રમમાં વાંકાનેર રાજવી મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા, વાંકાનેર ક્ષત્રિય સમાજનાં અગ્રણી વજુભા ઝાલા, અમિતસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ઝાલા (એડવોકેટ), નગર પાલિકા કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સલીમભાઈ તથા પોલીસ પરિવાર, પત્રકારો - આમંત્રિતો દ્વારા પી.આઈ. નું સન્માન કરવામાં આવ્યું હતું, મંચસ્થ અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં પી.આઈ.ની ફરજ દરમ્યાન કાર્યશૈલીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.