મોરબી રેલ્વે સ્ટેશન રોડે વર્લીફીચરના આંકડા લેતા બે શખ્સો ૨૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
SHARE
મોરબી રેલ્વે સ્ટેશન રોડે વર્લીફીચરના આંકડા લેતા બે શખ્સો ૨૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી એલ.સી.બી. ના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે રેલ્વે સ્ટેશન રોડ ઉપર સુપર ટોકીઝ ઓમ કોમ્પ્લેક્ષ ડીલક્ષ પાન પાસે જુગારની રેઇડ કરી હતી ત્યારે બે ઇસમો મોબાઇલ ફોનથી અન્ય લોકોની સાથે ફોનમાં વાતચીત કરી વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને બોલપેન, ડાયરી તથા રોકડા ૧૦,૯૦૦ તથા બે મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૦,૯૦૦ ના મુદામાલ સાથે પોલીસે મનસુખભાઇ દેવકરણભાઇ ખાંધદલવાડી (ઉ.૩૭) રહે. વાવડીરોડ કારીઆ સોસાયટી શેરી-૨ અને વિક્રમ રમેશભાઇ પરસાડીયા જાતે ભરવાડ (ઉ.૩૦) રહે. વાવડીરોડ જનકનગર સોસાયટી શેરી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં મનોજભાઇ ભગત ભરવાડ રહે. રાજકોટ કરણપરા વાળાને પકડવાનો બાકી છે તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે