મોરબી: ઇંગ્લીશદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો
મોરબી પાલિકામાં પ્રમુખ સ્વામીએ કર્મચારીને ગાળો ભાંડી ?: પ્રમુખે શોકોઝ નોટિસ માટે પત્ર લખ્યો !
SHARE
મોરબી પાલિકામાં પ્રમુખ સ્વામીએ કર્મચારીને ગાળો ભાંડી ?: પ્રમુખે શોકોઝ નોટિસ માટે પત્ર લખ્યો !
મોરબી પાલિકાના જન્મ મરણ વિભાગના એક કર્મચારીને પ્રમુખ સ્વામી (પતિ) દ્વારા ગાળો આપવામાં આવી હતી જેથી હાલમાં જન્મ મરણ વિભાગનો તે કર્મચારી ૧૦ દિવસની રજા પર ઉતરી ગયા છે અને બીજી બાજુ પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા રાજા ઉપર ઉતારી ગયેલા કર્મચારીને શોકોઝ નોટિસ આપવામાં માટે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે જેથી કરીને પાલિકા હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ છે
મોરબી પાલિકામાં હાલમાં ભાજપ સત્તા ઉપર છે અને તમામ બેઠકો ઉપર ભાજપના સભ્યો ચુટાયેલા છે ત્યારે વિપક્ષ ન હોવા છતાં પણ પાલિકા સમયાંતરે વિવાદમાં રહેતી હોય છે તે હકકીત છે તાજેતરમાં પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમારના પતિ કરમશીભાઈ પરમારે પાલિકાના જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મહેતા સાથે બોલાચાલી કરી હતી અને પ્રમુખ સ્વામીએ પાલિકા કર્મચારીને ગાળો આપી હતી જેથી કરીને મહેશભાઇ મહેતા તાત્કાલિક ૧૦ દિવસની રાજા ઉપર ઉતારી ગયા હતા અને જો કે, પાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમારે હાલમાં પાલિકાના જન્મ મરણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મહેતાને શોકોઝ નોટિસ આપવામાં માટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરીને શિક્ષત્મ્ક પગલાં લેવા જણાવ્યુ છે તેઓએ હાલમાં લખેલા પત્રમાં લખ્યું છે કે, મહેશભાઈ મહેતા છેલ્લા કેટલા સમયથી પોતાના અંગત સ્વાર્થ માટે પોતાની ફરજમાં બેદરકારી રાખે છે અને પાલિકા સદસ્યોનું પણ માનતા નથી તેમજ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે જેથી કરીને તેની સામે તાત્કાલિક પગલાં લેવા માટે ચીફ ઓફિસરને કહેવામા આવ્યું છે