મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત


SHARE









પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત

મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા કે જેઓએ વિદ્યાર્થી પરિષદથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કામ કર્યું હતું તેઓએ આજે જ સવારે વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી હતી ત્યારે લંડન જવા માટેની વાત વિજયભાઇએ તેઓને કરી હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટેની શુભકામનાઓ તેમને પ્રદીપભાઇ વાળાએ પાઠવી હતી. જો કે, આજે બનેલી દુર્ઘટનામાં વિજયભાઈનું નિધન થતાં તેઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લંડન ખાતે રહેતી તેઓની દીકરીને મળવા માટે થઈને અમદાવાદથી પ્લેનમાં જઈ રહ્યા હતા દરમિયાન અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં 180 જેટલા લોકોનું મોત નીપજ છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળાએ જણાવ્યું હતું કે આજે સવારે મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને 11 વર્ષ પૂર્ણ થયા છે તેને ધ્યાને લઈને લોકોની સુખાકારી માટે જે કામ કરવામાં આવ્યા છે અને જે નિર્ણય લેવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યાં આવતા પહેલા પ્રદીપભાઇ વાળાએ આજે સવારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની સાથે તેઓ લંડન જઈ રહ્યા છે અને 15 થી 20 દિવસ પછી પાછા આવવાના છે તેવી વાત થયેલ હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટે પ્રદીપભાઇ વાળાએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી જોકે, આજે બપોરના સમયે અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થયેલ છે તેમાં વિજયભાઈ રૂપાણીનું નિદાન થતાં વર્ષોથી વિજયભાઈ સાથે કામ કરતા મોરબીમાં રહેતા પ્રદીપભાઈ વાળાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.




Latest News