વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં
નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી
SHARE
નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી
મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામના નવઘણભાઇ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વિટી અંદાજીત કિંમત રૂા.૧,૧૦,૦૦૦ જેવી થતી હતી અને તે થાલીમાં નવા કપડા પણ હતા અને તેવી જાણ થતા જ નવઘણભાઇએ તરત જ હળવદના અજજુભાઇનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને મળેલ સોનાના દાગીનાના સાચા માલીકની શોધખોળ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી અજજુભાઇએ મહેનત કરી હતી અને ત્યારે ગણતરીના સમયમાં જ તેના સાચા માલિક મળી આવતા તેમની સાથે સોનાના દાગીના-કપડા સહૂતની વસ્તુઓની ખરાઈ કરીને ત્યાર બાદ તેનુ આધારકાર્ડ લઈને તે ભાઇને તે કિંમત થૈલી આપી દીધી હતી. જે વ્યક્તિની થૈલી પડી ગઈ હતી તેમનુ નામ ઠાકોર મહેશજી નટવરજી હતુ અને તેઓ રણમલપુર ગામના વતની છે. કિંમતી થૈલી પરત મળતા જેમની થૈલી હતી તે મહેશજી ઠાકોરે થૈલી પરત આપનાર નવઘણભાઇનો આભાર માન્યો હતો. કેમ કે આજના સમયમાં આવા નિષ્ઠાવાન માણસો ઓછા મળે છે અને નવઘણભાઇ આજે એવો સંદેશ પુરો પાડ્યો છે કે જીવનમા કોઇને કાંઇ આપી ન શકી તો કાંઇ નહી પરંતુ કોઇનુ મળેલુ રાખવુ પણ શું કામ જોઇ.