મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાં રેલ્વે સ્ટેશન પાસે પ્લોટમાં યુવાનનું કોઈ કારણોસર મોત નીપજયું


SHARE









હળવદમાં રેલ્વે સ્ટેશન પાસે પ્લોટમાં યુવાનનું કોઈ કારણોસર મોત નીપજયું

હળવદમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કોઈ કારણોસર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ હળવદ તાલુકાના પાંડાતીરથમાં સુખાભાઈ ગગજીભાઈ કાથીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ ત્રીકમભાઈ તડવી (૪૫)નું કોઈ કારણોસર હળવદ રેલવે સ્ટેશન પાસે આવેલ પ્લોટની ખુલ્લી જગ્યામાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને રાકેશભાઈ ચંદુભાઇ તડવી હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અડધી બોટલ દારૂ

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતાં જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઈ ખાખી જાતે કંસારા (ઉંમર ૩૫)ને પોલીસે રોકીને ચેક કરતાં તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવી હતી જેથી કરીને ૨૦૦ રૂપિયાની કિંમતના દારૃ સાથે પોલીસ પકડ્યો હતો અને તે તેના મિત્ર જયદીપ ઉર્ફે દીપક કરસનભાઈ કોઠીવાર રહે. મોટા દહીસરા વાળા પાસેથી દારૂની બોટલ લાવ્યો હોવાનું સામે આવ્યું હતી જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News