મોરબીના આમરણ ગામે પેસેન્જર મુદે થયેલ મારામારીના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ
મોરબીના બંધુનગર પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી જતાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના બંધુનગર પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી જતાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે સિરામિક યુનિટ નજીક આવેલ હોટલ પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી ગયું હતું.જેથી ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે અને બાદમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બંધુનગર ગામે સેન્ટ્રો સીરામીકની પાસે આવેલ ચામુંડા હોટલ નજીક હાઇડ્રોલિક મશીનમાંથી માલસામાન ઉતારતા સમયે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી ગયું હતું જેથી કરીને રમેશભાઈ ભીમજીભાઈ પરમાર નામનો ૩૬ વર્ષીય ખીરઇ તા.રાપર કચ્છનો રહેવાસી યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના રામનગર (ખારચીયા) ગામનો રહેવાસી દિનેશ મૂળજીભાઈ સેરશીયા નામના ૪૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઇકની આડે રોજડુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી દિનેશભાઈને અહીંની મારુતિ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના બહાદુરભાઈ ઉકાભાઇ ઝીંઝુવાડીયા નામના ૬૯ વર્ષીય આધેડ ગામમાંથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત બહાદુરભાઇ ઝીંઝુવાડીયાને આયુષ હોસ્પિટલે સીરવારમાં ખસેડાયા હતા. તેમજ મોરબીના જાંબુડીયા ગામે રહેતા ગીરીશભાઈ રાઠોડ નામના ૫૨ વર્ષીય આધેડને રફાળેશ્વર પાસે અકસ્માતે ઇજા થતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલે લવાયા હતા.
વૃદ્ધ સારવારમાં
ટંકારાના મોટા રામપર ગામે રહેતા રામજીભાઈ ચકુભાઈ રાણવા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી નાની વાવડી ગામે રહેતો વિવેક ઉમેશભાઈ સોલંકી નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે મોરબીના રહેવાસી રહીમભાઈ વલીમામદભાઈ વીરમાણીને ઇજાઓ થતા તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલે લવાયા હોય તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.