હળવદમાં રેલ્વે સ્ટેશન પાસે પ્લોટમાં યુવાનનું કોઈ કારણોસર મોત નીપજયું
મોરબીના આમરણ ગામે પેસેન્જર મુદે થયેલ મારામારીના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ
SHARE
મોરબીના આમરણ ગામે પેસેન્જર મુદે થયેલ મારામારીના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ
મોરબીનાં આમરણ ગામે અગાઉ ક્રુજર ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સાત વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવારમાં ખસેડાયા હતા અને મોરબી તાલુકા પોલીસે ગઇકાલે એક પક્ષના આરોપીને પકડ્યા બાદ હાલમાં સામેના પક્ષના ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ આમરણમાં સામસામી મારા મારિનો બનાવ બન્યો હતો જેમાં આશીફમીયા અબ્બાસમીયા બુખારી જાતે સૈયદ (ઉ.૨૨)એ જાવીદમીયા બસીરમીયા બુખારી, યાસીનમીયા બળુમીયા બુખારી, વશીમમીયા કાદરમીયા બુખારી, આરીફમીયા ઉર્ફે જીન્ગો અલ્લારખા બુખારી અને નજીરમીયા બશીરમીયા બુખારી રહે. બધા દાવલશા વાસ આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આ કામના આરોપીઓએ જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીના ભાઇ ઇદ્રીશમીયા સાથે અગાઉ ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને હુમલો કર્યો હતો અને જાવીદમીયા બસીરમીયા બુખારીએ લોખંડના સળીયા વડે તેને જમણા હાથમાં કાંડાથી ઉપરના ભાગે ઇજા કરી હતી અને યાસીનમીયા બળુમીયા બુખારીએ લાકડાના ધોકાથી સલીમમીયા, કાદરમીયા અને તોફીકમીયાને બીભત્સ ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને યુવાનની ફરિયાદ લેવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે જાવીદમીયા બસીરમીયા બુખારી (૩૫), આરીફમીયા અલ્લારખા બુખારી (૪૦) વશીમમીયા કાદરમીયા બુખારી (૨૬) અને નજીરમીયા બશીરમીયા બુખારી (૨૫) રહે. બધા દાવલશા વાસ આમરણ વાળાની ધરપકડ કરેલ છે