મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા
Breaking news
Morbi Today

શિક્ષકોના પ્રશ્નો માટૅ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગાધીનગર ખાતે મિટીંગ યોજાઈ


SHARE









શિક્ષકોના પ્રશ્નો માટૅ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ગાધીનગર ખાતે મિટીંગ યોજાઈ

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડો.વિનોદ રાવ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઇ હતી જેમાં શિક્ષણ જગતના પ્રાથમિક /માધ્યમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી હતી ત્યારે મંત્રી દ્વારા આગામી સમયમાં પડતર પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓ તથા નણાવિભાગ સાથે મિટીંગ યોજવા સંમતિ દર્શાવી છે અને માધ્યમિક સંવર્ગના જુના શિક્ષકોની ભરતી અંગે અપીલમાં જવા અંગેના સમાચારની મંત્રીને ઊંડાણપૂર્વક આ બાબતની રજૂઆત કરી હતી જૂના શિક્ષકની ભરતી સત્વરે કરવા માંગ કરવામાં આવી છે પ્રવાસી શિક્ષકોનો વિષય ઝડપથી પૂર્ણ થશે એની ખાત્રી આપવામાં આવી છે પ્રાથમિક સંવર્ગના એચટાટ અને બોન્ડ સહિતના અગાઉ ચર્ચા કરી નિર્ણય કરેલા છે તે તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે  પ્રશ્નોનો  ઝડપથી ઉકેલ આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ જણાવેલ છે અને ટૂંક સમયમાં આગામી મીટીંગની તારીખ મળશે આ બેઠકમાં ભીખાભાઇ પટેલ, રમેશભાઈ ચૌધરી, મિતેષભાઈ ભટ્ટ, રતુભાઈ ગોળ, અમરીશ ભાઈ ઝિઝુવાડીયા, અનિલ ભાઈ રાઠવા, પરેશ ભાઈ પટેલ, જીગ્નેશભાઈ શાહ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ઉપસ્થિત રહ્યા હતા




Latest News