મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને 1.70 લાખના મુદામાલની ચોરીના ગુનામાં એક આરોપી ધરપકડ, બેની શોધખોળ


SHARE

















વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને 1.70 લાખના મુદામાલની ચોરીના ગુનામાં એક આરોપી ધરપકડ, બેની શોધખોળ

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનના દરવાજાને તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ સોના ચાંદીના દાગીના તેમજ ત્રણ એન્ડ્રોઇડ મોબાઈલ આમ કુલ 1,70,000 ના મુદ્દામાલની ચોરી કરી હતી જે ગુનામાં એલસીબીની ટીમે રોકડા 50 હજાર સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ રતિલાલ મકવાણા (53)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી અને જણાવ્યુ હતું કે અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરના દરવાજાને તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીમાંથી સોનાના બે પેન્ડલસોનાની કાનની ત્રણ જોડી બુટ્ટીસોનાનું મંગળસૂત્રસોનાની કાનમાં પહેરવાની ચાર જોડી કડીસોનાની કાનમાં પહેરવાની એક જોડી શેરસોનાની બે વીંટીનાકમાં પહેરવાના સોનાના છ દાણાચાંદીનો એક જુડોચાંદીની મગમાળા તથા ચાંદીના આઠ જોડી સાંકડા આમ કુલ મળીને સોના ચાંદીના 1,65,000 રૂપિયાની કિંમતના દાગીના અને 5,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,70,000 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડના ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા વિક્રમભાઇ રાઠોડ તથા કૌશીકભાઈ મણવરને ખાનગી બાતમી મળી હતી કે, ચોરીના ગુનાને અજામ આપનાર આરોપી રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ બસ સ્ટેશન પાસે છે જેથી ત્યાં જઈને પોલીસે પંકેશભાઇ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઇ ઉકાભાઇ સોલંકી (25) રહે. કુબલીયાપરા, શેરી નંબર-૫ રાજકોટ વાળાને પકડ્યો હતો અને તેની પુછપરછ કરતા તેણે પોતાના મિત્રો સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી અને ચોરીમાં મળેલ દાગીના વેચી નાખી રોકડા રૂપીયા મળેલ હતા જેમાંથી તેમાં ભાગમાં 80 હજાર આવ્યા હતા જેમાંથી 30 હજાર હોસ્પીટલના ખર્ચમાં વાપરી નાખેલ હતા.

જો કે, 50 હજાર પોલીસે કબ્જે કરેલ છે અને આ આરોપીમે વાંકાનેર સીટી પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ ગુનામાં કમલેશ ઉર્ફે કમો દિપકભાઇ સોલંકી રહે. કુબલીયા પરા રાજકોટ અને વિપુલ વલ્લભભાઈ કાવઠીયા રહે. રાજકોટ વાળાને પકડવામાં બાકી છે અને હાલમાં પકડાયેલ આરોપી  સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કુલ મળીને 6 ગુના નોંધાયેલ છે અને આ આરોપી  દિવસના સમયે રેકકી કરીને રાત્રીના સમયે મકાનમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળા છે. અને પકડાયેલ આરોપી અગાઉ પણ ઘણા બધા ગુનામાં પકડાઇ અને જેલમાં રહી ચુકેલ છે




Latest News