મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વરસાદના અસરગ્રસ્તોને ગરમ ભોજન અપાયું મોરબીમાં જાહેરમાં લઘુશંકા-ગંદકી કરનારાઓ સહિતના દંડાયા મોરબી જીલ્લામાં વધુ એકથી પોણા ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-2 ડેમમાંથી હજુ પણ 11724 કયુસેક પાણીની જાવક: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં મકાનનો દરવાજો તોડીને 1.70 લાખના મુદામાલની ચોરીના ગુનામાં એક આરોપી ધરપકડ, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વધુ એકથી પોણા ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-2 ડેમમાંથી હજુ પણ 11724 કયુસેક પાણીની જાવક: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા


SHARE

















મોરબી જીલ્લામાં વધુ એકથી પોણા ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-2 ડેમમાંથી હજુ પણ 11724 કયુસેક પાણીની જાવક: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા

મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી ચાલુ વર્ષે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગયેલ છે જોકે ફાઈનલ ટેસ્ટિંગ હજુ કરવાનું બાકી છે જેથી છેલ્લા બે દિવસથી મોરબીના મચ્છુ-2  ડેમના કેચમેંટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી ડેમમાં સંગ્રહ કરવાના બદલે દરવાજાને ખુલ્લા રાખીને હાલમાં નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી આજે સવારે નવ વાગ્યે ડેમમાંથી 11724 કયુસેક જેટલી પાણીની જાવક મચ્છુ નદીમાં થઈ રહી છે જેથી મચ્છુ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.

મોરબી જિલ્લામાં આવેલ 10 ડેમ પૈકીનો મહાકાય મોરબીનો મચ્છુ-2 ડેમ મોરબી તથા માળિયા તાલુકાના લોકોને બાર મહિના પીવા અને સિંચાઈનું પાણી પૂરું પડે છે અને આ ડેમ ચોમાસા દરમિયાન ઓવરફ્લો થાય એટલે એક વર્ષ સુધી મોરબી અને માળિયા તાલુકાના લોકોને પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જાય છે. જોકે આ ડેમના દરવાજા જુના અને જર્જરીત જેવા થયા હોવાના કારણે કોઈપણ પ્રકારનું જોખમ ભવિષ્યમાં ઊભું ન થાય તે માટે સરકાર દ્વારા ગત વર્ષે 38 પૈકીના 5 દરવાજાઓને બદલવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચાલુ વર્ષે મચ્છુ-2 ડેમના 33 દરવાજા એક સાથે બદલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ ડેમના દરવાજા બદલાવવા માટેની કામગીરી મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાની હતી જોકે જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને સોમવારે સાંજે છેલ્લા દરવાજામાં જે વેલ્ડીંગ કામ બાકી હતું તે પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે સોમવારે રાતે તથા મંગળવારના દિવસ દરમિયાન મોરબીના મચ્છુ-2 ડેમના કેચમેટ વિસ્તારમાં તથા તેના ઉપરવાસમાં એટલે કે વાંકાનેર તથા ચોટીલા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ક્રેસ્ટ લેવલ એટલે કે દરવાજાથી નીચેના ભાગમાં જે પાકું બાંધકામ હોય છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયું હતું.

જોકે દરવાજા હજુ ફાઈનલ ટેસ્ટિંગ હજુ બાકી હોવાના કારણે મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા નથી અને હાલમાં ડેમમાં જે પાણી આવે છે તેને મચ્છુ નદીમાં જવા દેવામાં આવી રહ્યું છે. જેથી કરીને મચ્છુ નદી પહેલા જ વરસાદે બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે વધુમાં ડેમના નાયબ ઈજનેજ પ્રતિકભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બુધવારે સવારે નવ વાગ્યાના સમયથી મચ્છુ નદીમાં 11724 ક્યુસેક જેટલું પાણી મચ્છુ-2 ડેમમાં વહી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, આ ડેમમાં નવા ફીટ કરવામાં આવેલ દરવાજાનું ફાઈનલ ટેસ્ટિંગ કરી નાખવામાં આવશે ત્યારબાદ ડેમના દરવાજાઓને બંધ કરીને ડેમમાં પાણી ભરવાનું શરૂ કરાશે.

મોરબી જીલ્લામાં એકથી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: મચ્છુ-3 ડેમના 3 દરવાજાને 5 ફૂટ સુધી ખોલ્યા

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. જેથી કરીને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થવા લાગી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં મચ્છુ નદીનું પાણી આવી રહ્યું હોવાથી હાલમાં ત્રણ દરવાજાને પાંચ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલમાં મોરબીના સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની અવાક થવા લાગી છે અને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં હાલમાં મચ્છુ-2 ડેમના નવા દરવાજા ફાઇનલ ટેસ્ટિંગ બાકી હોવાથી બંધ કરવામાં આવ્યા નથી જેથી મચ્છુ-2 નું પાણી સીધું જ મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી આ ડેમના હજુ પણ ત્રણ દરવાજાને પાંચ ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીની 13524 કયુસેક આવક છે જેની સામે નદીમાં જાવક કરવામાં આવી રહી છે. જો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ટંકારા તાલુકામાં 29 એમએમ, માળિયા તાલુકામાં 68  એમએમ, મોરબી તાલુકામાં 59 એમએમ, વાંકાનેર તાલુકામાં 56  એમએમ અને હળવદ તાલુકામાં 66 એમએમ વરસાદ નોંધાયેલ છે એટલે કે પાંચેય તાલુકામાં સરેરાશ એક થી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે






Latest News