રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં એલ.ઈ. કોલેજ પાસે ઝુલતા પુલ નજીક આવેલ મયુર હોસ્પીટલમાં આવતા રવિવારે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદના હસ્તે કરવામાં આવશે. જેથી દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે.

મૂળ ગામ સગાળીયાના રહેવાસી અને હાલ મોરબી નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના મોટા દીકરા જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન અને મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાણા રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે ત્યારે સાંસદ, ધારાસભ્ય, કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કેમ્પ આગામી તા. 22 ને રવિવારે સવારે ૯ થી બપોરનાવાગ્યા સુધી મોરબીની મયુર હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ છે અને કેમ્પનો લાભ લેવા માટે દર્દીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જયવંતસિંહ જાડેજાના મો. 9727277777, નિરૂભા બી. ઝાલા 9725855777 અને મહેન્દ્રસિંહ ઝાલા 9825222787 પર સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News