મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન

મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે નામ નોંધણી કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓ ભાગ લઈ શકશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, નિર્ધારિત સમયમાં સચોટ રીતે સૌથી વધારે સૂર્ય નમસ્કાર કરનાર વિજેતા મહિલાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલ મહિલાઓને ફિઝિયો ફિટ જિમ તરફથી એક મહિનાની જિમની મેમ્બરશીપ ફ્રી આપવામાં આવશે. અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપવામાં આવશે. જેથી કરીને આગામી તા 24/6 ને મંગળવારના રોજ ફિઝિયો ફિટ જિમ સનાળા રોડ મોરબી. ખાતે યોજાનાર આ સ્પર્ધામાં વધારેમાં વધારે બહેનો ભાગ લે તે માટે સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર ટીમે બહેનોને નામ નોંધણી કરાવવા માટે આહવાન કર્યું છે. અને રજીસ્ટ્રેશન પ્રીતિબેન દેસાઈ (93289 70499), હીનાબેન પરમાર (98259 30156), સાધનાબેન ઘોડાસરા (79842 61599), મનિષાબેન ગણાત્રા (82382 82420) અને પુનમબેન હિરાણી (99795 74149) પાસે કરાવી શકાશે.






Latest News