મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79.34 ટકા મતદાન: સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 89.19 ટકા મતદાન


SHARE











મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79.34 ટકા મતદાન: સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 89.19 ટકા મતદાન

મોરબી જિલ્લાની પાંચેય જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું અને 40 ગ્રામ પંચાયતો સરપંચ અને સભ્યોને ચુંટવા માટે મતદાન કરવામાં આવ્યું છે ત્યારે સવારથી લઈને સાંજ સુધીમાં સરેરાશ જિલ્લામાં 79.34 ટકા જેટલું મતદાન થયું છે અને મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે પુરતો બંદોબસ્ત રાખ્યો હતો. જેથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને હવે ગ્રામજનોની નજર મત ગણતરી ઉપર મંડાયેલ છે

મોરબી જિલ્લા સહિચ સમગ્ર ગુજરાતની અંદર 8000 જેટલી ગ્રામ પંચાયતો માટે આજે સવારના સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં કુલ મળીને પાંચ તાલુકા આવેલા ત્યારે તે પાંચ તાલુકામાં 27 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તથા 13 ગ્રામ પંચાયતોમાં સરપંચ, સભ્ય અથવા તો સરપંચ અને સભ્ય માટે થઈને ચૂંટણી યોજાઈ હતી આમ કુલ મળીને 40 ગ્રામ પંચાયત માટે સવારથી સાંજ સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ હતી અને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને સરેરાશ 79.34 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે અને વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી વિવિધ પ્રમાણે મોરબી તાલુકામાં 75.26, હળવદ તાલુકામાં 87.42, વાંકાનેર તાલુકામાં 89.19, માળિયા તાલુકામાં 77.10, અને ટંકારા તાલુકામાં 71.61 ટકા જેટલું મતદાન થયું છે અને સમગ્ર જિલ્લાની અંદર એકાદ બનાવને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલની વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અત્રે ઉલ્લેખીએ છે કે મોરબી તાલુકાના ડાયમંડનગર ખાતે આવેલ શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવાર ત્યાં બુથ ઉપર બેઠેલ હોય તેને પોલીસ કર્મચારી દ્વારા બહાર જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું ત્યારે પોલીસ અને ઉમેદવાર વચ્ચે રકજક થઇ હતી જેથી થોડીવાર માટે મામલો તંગ બન્યો હતો. પરંતુ પોલીસ અધિકારીઓએ સ્થળ ઉપર આવીને મામલો થાળે પાડ્યો હતો અને મતદાનની પ્રક્રિયા અવિરત પણે ચાલુ રાખવામાં આવી હતી






Latest News