મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ લૂંટ કરનારા પાંચ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ લૂંટ કરનારા પાંચ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાનોને માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા સહિતના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા બે પૈકીનાં એક યુવાનની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તાલુકા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 25 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલેંજા કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પાકો રામુભાઈ મુંદરિયા (45) એ લૂંટની અજાણ્યા 6 શખ્સો સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તે કારખાન પાસે હરિભાઈની દુકાને ચા લેવા ગયા હતા ત્યારે ત્રણ બાઈકમાં 6 શખ્સો આવ્યા હતા અને ગાળો આપીને માર માર્યો હતો તેમજ રૂપિયા ન આપે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં રોકડા 30,000 રૂપિયાની લૂંટ કરીને આરોપી નાસી ગયા હતા આવી જ રીતે અમરેલી રોડ ઉપર વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવાનને માર મારીને તેની પાસેથી 20 હજાર રૂપિયા રોકડા, એક સોનાનો ચેન અને બાઈકની ચોરી કરી હતી જેથી અજાણ્યા 6 શખ્સો સામે બે લૂંટનો ગુનો નોંધાયેલ હતો.

જે ગુનામાં પોલીસે આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર, સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા રહે. બધા જ માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી ત્રણ બાઇક, 40 હજાર રોકડા આમ કુલ 1.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ આરોપીઓએ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીના આગમી તા 25 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જો કે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે.




Latest News