મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટુકાવ્યું


SHARE









મોરબીમાં આંચકીની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા યુવાનને નાનપણથી આંચકીની બીમારી હતી જેથી પોતાની બીમારીથી કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર શેરી નં-1 માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (40) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલ હૂકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેને તાત્કાલિક બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના દીકરા રાહુલભાઈ લક્ષ્મણભાઈ પરમાર (20) રહે. વિજયનગર શેરી નં-1 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાને નાનપણથી આંચકીની બીમારી હોય પોતાની બીમારીના કારણે પોતાની જિંદગીથી કંટાળી જઈને યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લીધું

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકળદાસ પ્રાગજીના જીન પાસે ગોકુલનગરમાં રહેતા અમરસીભાઈ પરસોતમભાઈ કંઝારીયા (60) નામના વૃદ્ધે ટ્રેલર કન્ટેનર નં. જીજે 14 એક્સ 8115 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ પાસેથી તેઓ પોતાનું બાઈક નં. જીજે 36 એએચ 3398 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરના ચાલકે કાવું મારતા સમયે ફરિયાદીના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને ડાબા ખભામાં ફેક્ચર તથા શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News