મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામિક કારખાનામાં પાણીના ટાંકામાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE









મોરબી નજીક સીરામિક કારખાનામાં પાણીના ટાંકામાં પડી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના નીચે માંડલ ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં પિતા કામ કરતા હતા ત્યાં પાછળના ભાગમાં પાણીના ટાંકામાં પડી જવાના કારણે ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ રાધે સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો દીકરો ઋત્વિક તેના પિતા સીરામીક કારખાનામાં કામ કરતા હતા દરમિયાન પાછળના ભાગમાં સીરામીકના કારખાનાની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

300 લીટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ

મોરબીના વજેપર શેરી નં-24 માં રહેતા મનીષાબેન થરેસાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 60,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મહિલા આરોપી મનિષાબેન સુરેશભાઈ થરેસા (45) રહે. વજેપર શેરી નં-24 મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો એજાજ આમદભાઈ ચાનિયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News