મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા


SHARE









મોરબીમાં પિતાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્યો સહિતના હાજર રહ્યા

મોરબીમાં એલ.ઈ. કોલેજ પાસે આવેલ મયુર હોસ્પીટલમાં સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી, ધારાસભ્યોએ તેમજ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ઘણા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

મૂળ ગામ સગાળીયાના રહેવાસી અને હાલ મોરબી નિવૃત ડીવાયએસપી સ્વ. હિમતસિંહજી અમરસિંહજી જાડેજાના સ્મરણાર્થે તેમના મોટા દીકરા જયવંતસિંહજી જાડેજા દ્વારા અને પૌત્ર ડો. સત્યજીતસિંહજી સિંહજી જાડેજા દ્વારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડોક્ટર્સ એસો. અને મોરબી રાજ પરિવારના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ગઇકાલે મોરબીની મયુર હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાણા રાજસાહેબ અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે માજી મંત્રી આઈ.કે.જાડેજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, રઘુવીરસિંહ કે. ઝાલા, નિરૂભા બી. ઝાલા તેમજ કલેકટર કે.બી.ઝવેરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં રાજપૂત ડોક્ટર્સ એસોસીએશન સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવા માટેની સેવા આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે જયવંતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, અભિજીતસિંહ જાડેજા તેઓના પરિવારના સભ્યો અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા રાજપૂત ડોક્ટર્સ એસો.ના હોદેદારો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News