મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ


SHARE







મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ

અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપર ટોકીઝ-સી.પી.આઇ ચોક, નગરદરવાજા-સોની બજાર-ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા.૨૭ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અષાઢી બીજના તા.૨૭ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી લાતી પ્લોટ ચોકીથી આસ્વાદ પાન, જડેશ્વર મંદિર થી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન, મહેન્દ્રપરા થી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજા, સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૨૭ ના રોજ કલાક ૦૭:૦૦ થી કલાક ૦૪:૦૦ સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા હુકમ કરવામાં આવે છે.

ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફથી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી પ્લોટ ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે. જો કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

વાંકાનેર શહેરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાના રથયાત્રા વાંકાનેર શહેર વિસ્તારમાં ગ્રીનચોક ધર્મચોક, રસાલા રોડ, વાંઢા લીમડા ચોક ત્યાંથી જીનપરા જકાતનાકા મેઈન રોડ, જકાતનાકા હાઈવે તેમજ નેશનલ હાઇવે 8-એ પરથી વાંકાનેર મિલ પ્લોટ સુધી પસાર થનાર છે. વાંકાનેર શહેરના આ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા.૨૭ ના રોજ મોરબી વાંકાનેર રાજકોટ તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી વાંકીયા ગામ થઈને નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે. મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઈ રાતીદેવરીથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુનું સ્ટેચ્યુથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા, ટંકારા, જામનગર તરફ આવી જઈ શકશે.

રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી જડેશ્વર રોડથી મોરબી તરફ આવી જઈ શકશે. ટંકારા લજાઈથી આવતા વાહનો જડેશ્વર રોડ થઈ મોરબી તરફ આવી જઈ શકશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.






Latest News