મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે


SHARE

















મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે

મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલ સિલ્વર ગુડ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં તથા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મા આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને પાંચ મહિલા સહિત 22 વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,07,800 રોકડ રકમ કબજે કરી હતી અને મોરબી એ ડિવિજનમાં જુગારના બે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિજન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કે. કે. સ્ટીલ વાળી શેરીમાં સિદ્ધાર્થ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલ કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની "માં આશાપુરા એન્ટરપ્રાઇઝ" નામની દુકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કૃષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, વિશાલભાઈ ઉર્ફે લાલો લાભુભાઈ બાંભવા, ભવ્યરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા, યસભાઈ અરવિંદભાઈ ગોસ્વામી, મનસુખભાઈ ડાયાભાઈ જીલરીયા, આશિફભાઈ તૈયબભાઈ અઘામ, વિરેન્દ્રસિંહ ઉર્ફે રાજવીરસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, અર્જુનભાઈ ભરતભાઈ ગજેરા, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, સુરેશભાઈ દિનેશભાઈ માજુસા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને અલીભાઈ ગુલામભાઈ ચાનીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડા 1,21,900 કબજે કર્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે મોરબીના અલાપ રોડ ઉપર આવેલ કર્મયોગી સોસાયટીમાં સિલ્વર ગુડ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઈ કાસુન્દ્રાના મકાનમાં જુગાર રમતા હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભાવેશભાઈ પ્રવીણભાઈ કાસુન્દ્રા, મૌલિકભાઈ પ્રદીપભાઈ વિરમગામ, હસમુખભાઈ રણછોડભાઈ વરમોરા, લીલાબેન આનંદભાઈ મહાલીયા, હંસાબેન કિશોરભાઈ ગોસ્વામી, વીણાબેન જયંતીભાઈ મેરજા,  મનિષાબેન ચંદુભાઈ માકડીયા અને દમ્યંતિબેન જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 85,900 કબજે કર્યા હતા અને તેની સામે મોરબી એ ડિવિજન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News