હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
SHARE
હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
હળવદના વાંકીયા ગામની સીમમાં વાડીએ બનાવેલ હોજ પાસે નાનો દીકરો રમતો હતો જે બાબતે દંપતિ વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવની મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના વાંકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નવલભાઇ રાજુભાઈ મોહનિયા (25) નામના યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક યુવાનના પત્ની સારિકાબેન નવલભાઇ મોહનિયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મનીષભાઈ પટેલની વાડી મૃતક નવલભાઇ મોહનિયાએ મજૂરીમાં ભાગમાં રાખી હતી અને તેનો નાનો દીકરો વાડીએ બનાવેલ હોજ પાસે રમતો હતો તે બાબત
નવલભાઇને તેના પત્ની સારિકાબેન સાથે બોલાચાલી થઈ હતી અને તે બાબતે તેઓને મનોમન લાગી આવતા તેમણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેકથી મોત
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જબલપુર ગામની સીમમાં લિંકિંગ ફૂટવેર કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાધેશ્યામ બલ્કુભાઈ (52) છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર હતા અને તેઓને સારવાર માટે લઈ આવતા હતા દરમિયાન રસ્તામાં હાર્ટ એટેક આવી જવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની ટંકારા હોસ્પિટલ મારફતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.