મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર


SHARE

















મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર ..!

મોરબીમાં રહેતો યુવાન જે પેઢીમાં નોકરી કરતો હતો તે પેઢીના સંચાલક દ્વારા ગોપાલ એજન્સી નામની પેઢીનો ત્રાજપર ગ્રામ પંચાયતમાંથી દાખલો મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં પોતાનું નામ ચેકીને કર્મચારીનેનું નામ લખવામાં આવ્યું હતું અને તેની બોગસ સહી કરીને તે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામ પાસે એક્સિસ બેન્કમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યો હતો અને તેમાં નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા જેથી કર્મચારીની જાણ બહાર તેના નામથી બેન્ક એકાઉન્ટ ખોલીને નાણાકીય વ્યવહાર કરનારા પેઢીના સંચાલક સામે હાલમાં કર્મચારીનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિ જયોત પાર્કમાં રહેતા નિકુંજભાઈ હિંમતલાલ જાવિયા (35વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આમીનભાઈ શાહબુદ્દીનભાઈ રહેમાણી રહે.રવાપર રોડ મોરબી તથા તપાસમાં જેના નામ સામે આવે તે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આરોપી આમીનભાઈ રહેમાણીની પેઢીમાં ફરિયાદી નોકરી કરતો હતો અને આરોપી પોતાની પેઢી મારફતે ટાઈલ્સ ટ્રેડિંગનું કામકાજ કરતો હતો અને તેણે મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાંથી ગોપાલ એજન્સી નામનો પેઢીનો દાખલો કઢાવ્યો હતો અને તે દાખલામાં આરોપીએ પોતાનું નામ ચેકીને ફરિયાદીનું નામ લખ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ખાતે એક્સિસ બેન્કમાં ફરિયાદીની ખોટી સહી તથા ફરિયાદીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આરોપીએ તેમાં રોકડા 1,64,68,340 રૂપિયા જમા કરાવ્યા હતા અને ટાઇલ્સ ટ્રેડિંગથી થયેલ નાણાકીય લેવ-દેવડમાં તેણે 1,93,78000 રૂપિયા વિડ્રો કરેલ છે આમ પેઢીમાં કામ કરતા કર્મચારીની જાણ બહાર તેના નામ અને ખોટી સહીનો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ખોલીને નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હોવાથી હાલમાં પેઢીના કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પેઢીના સંચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ વી.કે. મહેશ્વરી ચલાવી રહ્યા છે.




Latest News