મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE













મોરબીની માધાપરવાડી શાળામાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો,બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ વર્ષ ૨૦૦૨-૦૩ થી શરૂ થયેલ છે અને ચાલુ વર્ષે મોરબી નજીકની  માધાપરવાડી શાળા કુમાર અને કન્યા શાળામાં પ્રવોશોત્સવ યોજાયો હતો. જેમાં નેવું બાળકોએ  બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો હતો.

 બાળકોને ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબહેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. ત્રણ કિલોમીટર દૂરથી આવતી ૧૦૫ વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલતી હોય ટ્રાન્સપોર્ટ વાહનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરવાયું હતું.આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.ધો.3 થી 8 માં પ્રથમ  ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ દરમ્યાન શાળામાં સો ટકા હાજર રહેનાર,જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતી, આ પ્રસંગે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કરનાર હેન્સી દિલીપભાઈ પરમાર મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિય, મનપાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ તેઓના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




Latest News