મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રાસ ગરબા-હુડા રાસની જમાવટ


SHARE













મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રાસ ગરબા-હુડા રાસની જમાવટ

આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રાસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો

મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાલ સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેથી શહેરના માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને રથયાત્રામાં આવેલા તમામ લોકો માટે મહા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

એવી કહેવાય છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો જેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે જો કે, આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવી હતી તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભાઈઓ બહેનો સહિતના લોકોએ રથયાત્રાના રૂટ ઉપર રાસ ગરબા અને હુડો રાસની રમઝટ બોલાવી હતી. ત્યાર બાદ સહુ કોઈએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. આ દરમ્યાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એસપીની સૂચના મુજબ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી અને હજારો લોકોને મચ્છુ માતાજીના મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. અને કોઈપણ  અનિચ્છનીય બનાવ બન્યા વગર મોરબીમાં આજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતવરણમાં પૂર્ણ થયેલ હતી.




Latest News