મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો
SHARE








વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો
વાંકાનેર બી.આર.સી.ભવન ખાતે ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા વયનિવૃત્ત થયેલ પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.જે.જી.વોરા અને જિલ્લાફેર બદલી થયેલ પૂર્વ બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમારનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. બિપિનભાઈ સોલંકી, મુખ્ય અતિથિ ટી.પી.ઈ.ઓ. કિશોરભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ અને સમગ્ર વાંકાનેર તાલુકાના શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા ડૉ. જે.જી.વોરા અને મયૂરરાજસિંહ પરમારને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સન્માનપત્ર અને ભેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ.ઑ. કૌશિકભાઈ સોનીએ કર્યું હતું. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
