મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ


SHARE









મોરબી : દાતા દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના મૂળ વતની એવા દાતાશ્રી એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા દર વર્ષની દાનપુણ્યની પ્રણાલિકા જાળવી રાખી આ વર્ષે  પણ શ્રી વવાણીયા ગામની કન્યા શાળા તથા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ બાલ વાટિકાથી ધો.૮ માં અભ્યાસ કરતા આશરે ૫૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને ખુબ સારી ક્વોલિટી વાળા અર્ધો ડઝન ફૂલસ્કેપ ચોપડા તથા નોટબુક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ફ્રી વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.આ તકે કન્યા શાળા તથા તાલુકા શાળાના સારસ્વત વૃંદ એવા શિક્ષક ગણ તથા બાળકોના વાલીઓ દ્વારા એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ મહેતાની સેવાને બિરદાવીને તેમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.તેમ શ્રી વવાણીયા તાલુકા શાળાના આચાર્ય હિતેશ ઝાલરિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News