મોરબીના બરવાળા ગામે સ્કૂલે ગયેલ સગીર વયની દીકરીનું અપહરણ, ગુનો નોંધાતા શોધખોળ શરૂ
મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહનની ચોરી કરવામાં આવી હોવાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી જેથી વાહન ચોરને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એક આરોપી પહેલા પકડાયો હતો અને હાલમાં બીજા આરોપીને પકડવામાં આવેલ છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમે અગાઉ નંબર પ્લેટ વગરના એક્ટીવા સાથે નીકળેલા શખ્સને રોકીને જરૂરી કાગળો તથા આધાર પુરાવા માંગતા તેની પાસે કશું જ હતું નથી જેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેની વિષેશ પુછપરછ કરતા તેની પાસેથી બીજા ત્રણ ચોરાઉ બાઇક કાઢી આપ્યા હતા જેથી આરોપી અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણી રહે.લાતી પ્લોટ જોન્સનગર શેરી નંબર-૧૦ મોરબી વાળાને ત્યારે પકડવામાં આવ્યો હતો અને આ વાહનોની ચોરી તેણે પોતાના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી સાથે મળીને કરી હોવાની કબૂલાત આપેલ હતી.જેથી કરીને વાહન ચોરીના ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કરકર અને તેમની ટીમે આરોપી હનીફભાઇ કાસમભાઇ સધવાણી (૩૫) રહે.માલાણી શેરી માળીયા (મિં.) ની ધરપકડ કરેલ છે. અને જુદીજુદી બે બાઇક ચોરીના ગુનામાં તે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
ઈજાગ્રસ્ત સારવારમાં
