મોરબીમાં થયેલ બે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની ધરપકડ
વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત
SHARE









વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત
વાંકાનેરના વિનોદભાઈ ધામેચાનું બેભાન થયા બાદ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉંમર વર્ષ 54, રહે. જીનપરા શેરી નંબર 10, વાંકાનેર) ગત રાત્રે 12:30 વાગ્યે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હત્તમ અહીં ઇમરજન્સી વોર્ડમાં ડો. કૃપાલી કોટડીયાએ તેમને જોઈ તપાસી સારવાર દરમ્યાન મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, વિનોદભાઈને સંતાનમાં 3 દીકરી છે. તે દરજીકામ કરતા. પોતે 3 ભાઈ અને 3 બહેનમાં નાના હતા. ઘણા સમયથી તેઓને ડાયાબિટીસ અને ટીબીની બીમારી હતી.
