મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટે ડીડીઓએ આપેલ સૂચનાનો શાસક-વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ છતાં અધિકારી મક્કમ મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન


SHARE

















મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન

નવયુગ કોલજ કેમ્પસમાં B.sc, BBA, B.com, BCA, MBA, M.Sc એમ કુલ દસ કોલેજોનો સમાવેશ થાય છે.હાલ નવું શૈક્ષણિક સત્ર થયું છે.નવયુગની અંદર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા લગભગ ૬૦૦  વિધાર્થીઓ માટે સુ-સ્વાગતમ્ સમારોહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતુ.

સમારોહના  મુખ્ય વક્તા તરીકે નામાંકિત હાસ્ય કલાકાર, લેખક, મોટીવેશનલ સ્પીકર સાંઈરામ દવે ઉપસ્થિત રહ્યાં હતા.સાઈરામ દવેએ પ્રથમ વર્ષના વિધાર્થીઓ કે જેમની કોલેજ લાઇફ શરૂ થવાની છે.એમના માટે સરસ સૂત્રો આપ્યા હતા.શિક્ષણ, કેળવણી, સ્કીલ, નિષ્ફળતાએ સફળતાની વિરોધી નહીં પણ પૂરક છે...આવા અનેક જીવનલક્ષી મૂલ્યો ખૂબ જ સરળ અને સમજી શકાય એવી શૈલીમાં પીરસ્યા હતા.હાસ્યની સાથે જીવન જીવવાની રીત પણ શીખવી હતી.વિધાર્થીઓ જીવનને સુખમય તેમજ શાંતિપૂર્ણ બનાવવા માટે ઉપયોગી એવા જડીબુટ્ટી સમાન સૂત્રો પણ આપ્યા હતા.કોલેજની નવી શરૂઆત કરનારા વિદ્યાર્થીઓને  માનનીય પી.ડી.કાંજીયાએ કોલેજ લાઈફ કેવી હોય, તેઓ દરેક જગ્યાએથી જ્ઞાન મેળવી શકે, માત્ર પુસ્તકને લગતું નહી પણ સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ મેળવવું વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા તેમજ તમામ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાના માર્ગદર્શનથી સફળ રહ્યો હતો.




Latest News