મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં લૂંટ-રાયોટિંગના ગુનામાં વધુ એકની ધરપકડ


SHARE













મોરબીમાં લૂંટ-રાયોટિંગના ગુનામાં વધુ એકની ધરપકડ

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં યુવાન આફ્રિકા હતો ત્યારે તેની પાસેથી મોબાઈલ મંગાવ્યો હતો જે બાબતે બોલાચાલી થઈ હતી તેનું સમાધાન કરવા માટે યુવાન સહિતનાને બોલાવ્યા હતા ત્યારે યુવાનને ધમકાવીને મોબાઈલ અને રોકડા મળીને ૩૧,૫૦૦ ના મુદામાલની લૂંટ કરવામાં આવી હતી અને સામાપક્ષેથી પણ છ શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જેતે સમયે લૂંટ અને રાયોટિંગની ફરિયાદ લીધી હતી તે લુંટના બનાવમાં પાંચ સામે ફરીયાદ દાખલ કરાયેલ જે પૈકીના ત્રણની અગાઉ ધરપકડ કરાયેલ અને હાલમાં ગઇકાલે વઘુ એક આરોપી કેજે સારવારમાં હતો તેની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ આ ગુનામાં એકને પકડવાનો બાકી છે જે પણ હાલ સારવાર હેઠળ છે.

શનાળા બાયપાસ પાસે આવેલ ખોજાપાર્ક સોસાયટીમાં રહેતા ઓમાનભાઇ અશરફભાઇ ધારાણી જાતે ખોજા (ઉમર ૨૧) એ લુંટ બાબતે સલમાન ઉમેદભાઇ ધારાણી, સાગર નવઘણભાઇ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખ ચાનીયા અને આશીફ મોવર રહે. બધા મોરબીવાળાઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, તેને આરોપી સલમાન ઉમેદભાઇ ધારાણી તથા સાગર નવઘણભાઇ ભરવાડએ ધમકાવીને I-PHON XS મોબાઇલ જેની કિંમત ૩૦,૦૦૦ તથા રોકડ રૂા.૧૫૦૦ ની લુંટ કરી હતી અને બાદ આરોપી સાગર નવઘણભાઇ ભરવાડ, ડેનીશ મિસ્ત્રી, શાહરૂખ ચાનીયા અને આશીફ મોવરએ ફરીયાદીના ઘર પાસે જઇ છરી દેખાડી ફરીયાદ નહીં કરવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.લુંટના ઉપરોકત ગુનામાં અગાઉ એ ડિવીજન પોલીસે આરોપી સાગર નવઘણભાઇ મુંધવા જાતે ભરવાડ (૨૨) રહે.લાયન્સનગર, ડેનીશ કિશનભાઈ કાથેરીયા જાતે મિસ્ત્રી (૨૧) રહે.શિવ સોસાયટી કાલિકા પ્લોટ અને સલમાન ધારાણીની ધરપકડ કરી હતી જયારે સારવારમાં રહેલા શાહરૂખ હનીફ ચાનીયા જાતે સંધી (ઉમર ૨૦) રહે.મોરબી-૨ સોઓરડી હાલ રહે.કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે સોવારીયાની ઉપરોકત લુંટના ગુનામાં પીએસઆઇ એસ.એમ.રાણા દ્રારા ધરપકડ કરવામાં આવેલ છે અને આશીફ મોવર પણ હાલ સારવારમાં હોય તેને પકડવાનો બાકી છે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News