માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના મોટી બરાર પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં


SHARE

















મોરબી : માળીયા(મિં.) ના મોટી બરાર પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકાના મોટી બરાર અને સરવડ વચ્ચે ગત રાત્રીના ગોઝારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે કારને હડફટે લેતા મોટી બરાર ગામના યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માળીયા મિંયાણા તાલુકાના સરવડ અને મોટી બરાર ગામની વચ્ચે ગઇકાલ તા.૨-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માત થયો હતો જેમાં ટ્રકના ચાલકે કારને હડફટે લેતા મોટી બરાર તા.માળીયા જી.મોરબીના રહેવાસી ભરતભાઇ ભાનુભાઈ ડાંગર (ઉંમર ૩૩) ને શરીરે ગંભીર ઈજાઓ સાથે અત્રેની સિવિલ હોસ્પીટલે ખસેડાતા જોઈ તપાસીને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ ઉપરોક્ત બનાવમાં મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉંમર ૩૨) ને ઇજાઓ થતાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવની સિવિલના તબીબ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પ્રાથમિક તપાસ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માળીયા મીંયાણા પોલીસને બનાવ અંગે જાણ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવને પગલે મૃતક ભરતભાઇ ડાંગરના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

વૃદ્ધ સારવારમાં

માળિયા મિંયાણાના જ ખીરઇ ગામે કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી દવાની અસર થતા પાગલીયાભાઇ જેરખાભાઇ ભીલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને રાજકોટ ખાતેથી બનાવ અંગેની નોંધ આવતા હાલમાં માળીયા મીંયાણા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા રમેશભાઈ મનહરભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સાથે ખુંટીયો અથડાતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થવાથી રમેશભાઈ સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે મોરબી શહેરમાં રખડતા ઢોરને પગલે લોકો ત્રાહિમામ છે.ગઇકાલે જ મોરબીની એક શાળા પાસે પણ ખુટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા.




Latest News