મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ

ચાલુ વર્ષનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસની દિશામાં સદા પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ  મેનેજમેન્ટ ફેકલ્ટી [BBA] ના વિદ્યાર્થીઓને માટે વિશેષ ઓરીયેન્ટેન્સન સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર કોલેજ સ્ટાફ અને  સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને વેલકમ કીટ અને શુભેચ્છા સંદેશ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આગળની કારકિર્દીમાં મેનેજમેન્ટ ફેકલ્ટીનું શું મહત્વ છે મેનેજમેન્ટ ફેકલ્ટીના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડી શકે છે અને વ્યક્તિત્વ વિકાસ દ્વારા પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે તે અંગે મુખ્ય વક્તા દિગંતભાઈ ભટ્ટ કે, જેઓ એક ઓરિએટર અને મોટીવેશનલ સ્પીકર છે તેમના દ્વારા વિશેષ અને રસપ્રદ રજૂઆતો કરવામાં આવી હતી.આ સેમિનારમાં કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. સેમિનારના અંતે સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ દ્વારા મુખ્ય વક્તા  દિગંતભાઈ ભટ્ટને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સેમીનારને સફળ બનાવવા માટે આચાર્ય રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 




Latest News