મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ
SHARE









મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી જેથી તે વિસ્તારના લોકો રવાપર રોડ ઉપર આવી ગયા હતા અને રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. ત્યાર બાદ મહાપાલિકાના અધિકારીએ ત્યાં આવી આવીને પ્રશ્ન તાત્કાલિક ઉકેલવા માટેની ખાતરી આપી હતી જેથી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ હતો.
છેલ્લા દિવસોથી મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર સુવિધા ન મળતી હોય તો લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવે ત્યાર બાદ તંત્ર દોડતું થાય તેવું જોવા મળે છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો છે જેના ઉકેલ માટે થઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ ત્યાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્નો ઉકેલ્યા ન હતા જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બુધવારે સાંજે 5:30 થી 6:00 વાગ્યાના અરસામાં વિસ્તારના લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ત્યાં રસ્તા ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને તે લોકોની ઉભરાતી ગટર સહિતની જે કોઈ સમસ્યાઓ છે તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક મહાપાલિકાના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને લોકોના ઉભરાતી ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવી હતી જેથી રોડ ઉપરથી લોકોએ ચક્કાજામને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો.

