મોરબીમાં ચાલતા રોડના પેચ વર્કના કામનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય રાતે સ્થળ ઉપર પહોચ્યા મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત ટંકારાના હરબટીયાળી પાસેનો બનાવ: ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે બે યુવાનને હડફેટે લેતા એકનું મોત ટંકારા નજીક કારખાનાની ઓફિસમાં અને માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગારની બે રેડ: 7 શખ્સો 2.90 થી વધુના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં વિદેશી દારૂની 3 રેડ, 28 બોટલ દારૂ કબ્જે: બે આરોપી પકડાયા એકની શોધખોળ મોરબીમાં મહિલાએ પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ


SHARE

















મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ

મોરબીમાં આવેલ એલ.ઈ.કોલેજમાં બહારના જિલ્લા અને રાજ્યમાંથી ઘણી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે તેના માટે ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને આ અંગેની લેખિત રજૂઆત કરાઇ છે.

મોરબીમાં ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા પ્રાઇવેટ કોલેજોની આડેધડ મંજૂરીઓ આપવામાં આવે છે જો કે, મોરબીમાં આવેલ એલ.ઈ.કોલેજ પ્રત્યે સરકાર બેધ્યાનપણું દાખવી રહી છે જેથી કરીને હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, એડમિશન વખતે વિદ્યાર્થિનીઓને કહેવામા આવે છે કે, ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે નહીં. જેથી કરીને ઘણી વિદ્યાર્થિનીઓ આ કોલેજમાં એડમિશન લેતી નથી. અને જે વિદ્યાર્થિનીઓ એડમિશન લે છે તેઓને બહાર રહેવાની ફરજ પડે છે. જેથી કરીને કોલેજ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News