મોરબી જીલ્લામાં જનજાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ
હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
SHARE









હળવદની સરા ચોકડીએ પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
મોરબી મહાપાલિકા વિસ્તારમાં સુવિધાના અભાવે છેલ્લા સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં લોકોએ ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ હવે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં લોકોએ સુવિધા માટે ચક્કાજામનો રસ્તો અપનાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે હળવદની સારા ચોકડીએ આજે સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરીને રોડ રસ્તા, પાણી સહિતની જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે આપવા માટેની માંગ કરી હતી અને પાલિકામાં ભાજપની બોડી, સરકાર ભાજપની તેમ છતાં પણ લોકોને સુવિધા કેમ મળતી નથી તેવો સવાલ સ્થાનિક લોકોએ ઉઠાવ્યો હતો.
હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હરીનગર ગોલ્ડના રહેવાસીઓ દ્વારા આજે સરા ચોકડી પાસે પોતાની પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે આવ્યા હતા અને રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે રોડ રસ્તા, લાઈટ, પાણી ગટર વિગેરેના જે વિવિધ પ્રશ્નો હતા તેને ઉકેલવા માટે ગત ચૂંટણી સમયે આવેલા નેતાઓએ ખાતરી આપી હતી જો કે હજુ સુધી તે પ્રશ્નો ઉકેલાયા નથી અને નેતાઓ જાણે કે પોતે આપેલા વચનો ભૂલી ગયા હોય તેમ કામ કરતા નથી જેથી નેતાઓને તેઓના વચન યાદ અપાવવા માટે અને ઘટતી સુવિધા મેળવવા માટે હળવદના લોકો દ્વારા આજે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારે સ્થળ ઉપર એકત્રિત થયેલ મહિલાઓ સહિતના લોકોના કહેવા મુજબ હળવદ નગરપાલિકામાં ભાજપની સત્તા છે અને સરકાર પણ ભાજપની છે તેમ છતાં પણ લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે થઈને હાલાકીનો સામનો કરવો પડે અને ચક્કાજામ કરવો પડે ત્યાર પછી લોકોને સુવિધા મળે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પહેલા સ્થાનિક નેતાઓ કેમ લોકોની અસુવિધાઓને દૂર કરતા નથી આવો અણીદાર સવાલ ઉઠાવ્યો હતો. જોકે, આ ચક્કાજામની જાણ થતા હળવદ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને લોકોને સમજાવટથી રસ્તાનો ચક્કાજામ ખુલ્લો કરવામાં આવ્યો હતો

