મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ
SHARE









મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ
‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેઠકમાં મહિલાઓ માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે, મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સહાય અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ યોજનાઓનો અમલ કઇ રીતે થાય છે અને તેમાં વધુ સુધારા કેવી રીતે લાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ યોજનાઓની અમલવારીની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા અને દરેક વિભાગ સહયોગથી કાર્ય કરે તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો.

