વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય


SHARE

















મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય

મોરબી મહાપાલિકાના સભાખંડમાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે ધારાસભ્યો હાજર રહ્યા હતા અને શહેરમાં લાઈટ, પાણી, રોડ-રસ્તાને લગતા જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે થઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. અને આગામી સમયમાં રોડ રસ્તા સહિતના જે વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નંદકુવરબા રેન બસેરા ખાતે આજે કમિશનર સ્વપ્નિલ કરીની અધ્યક્ષતામાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા હાજર રહ્યા હતા અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં મોરબીમાં ચોમાસાના કારણે લાઇટ, પાણી, રોડ રસ્તા, સફાઈ, ગટર સહિતના જે પ્રશ્નો ઊભા થયા હતા તેના નિકાલ માટે કરવામાં આવેલ કામગીરીની

સમિક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આગામી દિવસોમાં જે પ્રાથમિક સુવિધાને લગતા કામોને પ્રાધાન્ય આપવામાં આવે તેના માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

આ બેઠક પછી કમિશનર સ્વપ્નિલ ખરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના જુદાજુદા ત્રણ બગીચાની કાયાપલટ કરવા માટે તથા પાનેલીના તળાવમાંથી મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટેની જે વ્યવસ્થાઓ કરવાની છે તેની ચર્ચા અને જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના બનાવવા માટેના જે કામો હાથ ધરવાના છે તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, લોકોના પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ આવે તેના માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ ગટરના પ્રશ્નો ઉકેલવા માટે બે જેટિંગ મશીન રાજકોટ મહાપાલિકા પાસેથી મોરબીને હાલમાં આપવામાં આવ્યા છે અને આગમી માહિનામાં વરસાદ ન હોય તો રોડના કામ શરૂ કરવા માટેનું પણ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું અને અંતમાં કહ્યું હતું કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જે ફલાયઓવર બ્રિજ બની રહ્યો હતો તેની હાલમાં ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે તેનાથી લોકોને ઘણો ફાયદો થશે.






Latest News