મોરબીના કોયલી ગામ નજીક ચાલુ વરસાદે ડામર કામ કરતા કોન્ટ્રાક્ટરનો વિડીયો થયો વાયરલ !, તંત્રની કામગીરી સામે સવાલ હળવદના મયુરનગર-રાયસંગપર વચ્ચે બ્રિજ બનાવવાની માંગ સાથે વરસતા વરસાદમાં રસ્તો ચક્કાજામ કરીને લોકોએ બોલાવી રામધૂન મોરબીમાં આજના દિવસમાં સવા બે ઇંચ વરસાદ: પંચાસર-શનાળા રોડ પાણી પાણી વાંકાનેર જકાતનાકા પાસે ક્રેટા ગાડી છોડીને વાહન ચાલક ફરાર, 675 લીટર દેશી દારૂ સહિત કુલ 6.40 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ 
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE

















મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાનની તબિયત સારી ન હોવાથી તેના માતા પિતા તેને સારવાર માટે લઈ જતાં હતા તેવામાં તે યુવાન દોડીને નેશનલ હાઇવે ઉપર આવી ગયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તે યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે બેભાન થઈ ગયો હતો અને તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં તાજ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા માવજીભાઈ જીવાભાઈ વેગડા (58)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ પોતાના પત્ની પાલુબેનની સાથે તેના દીકરા વિજય (25)ની તબિયત સારી ન હોવાથી દવાખાને જઈ રહ્યા હતા અને વાહનની રાહ જોઈ રહ્યા હતા દરમિયાન તેમનો દીકરો વિજય વેગડા લાલપર ખાતે આવેલ શ્યામ હોટલ સામે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર દોડીને જતો રહ્યો હતો અને ત્યારે તેના દીકરાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ફરિયાદીના દીકરાને માથા, પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ હાથ ધરી છે અને વધુ તપાસ પીએસઆઇ બી.એમ બગડા ચલાવી રહ્યા છે






Latest News