મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
SHARE









મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા બે શખ્સ પડકાયેલ છે જોકે, આ શખ્સો જેની પાસે કપાત કરાવતા હતા તેનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમથી આગળના ભાગમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનીષભાઈ મહેન્દ્રભાઈ જોશી (46) રહે. વાવડી રોડ કબીર આશ્રમથી આગળ ન્યુ ગાયત્રી સોસાયટી મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1040 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ કિશનભાઇ ભરવાડ રહે. માધાપર મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને કિશનભાઇ ભરવાડને પકડવા માટે ચાલી રહી છે આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર રવિ પાર્ક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ને ત્યારે સ્થળ ઉપરથી અસલમશા રમજુશા શાહમદાર (28) રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી વાળો વરલી જુગાર નાખવા લેતા મળી આવ્યો હોય પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 1200 ની રોકડામાં કુલ 6200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ પણ કિશન ભરવાડ પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ ગુનામાં પણ કિશન ભરવાડને પકડવા માટે ચાલી રહી છે.

