વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા
SHARE









મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા
મોરબી શહેર અને તાલુકામાં પોલીસ દ્વારા કોમ્બીંગ કરવામાં આવ્યું હતું ત્યારે નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફીલ્મ વાળી ગાડીઓ ચલાવનારા તથા ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર ઇસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શહેર વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો શાખા અને મોરબી એ ડિવિઝન, બી ડિવિઝ્ન અને તાલુકાની ટીમો અને ટ્રાફીક શાખાના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા અને જુદાજુદા વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ તેમજ ચોક્કસ પોઈન્ટ ઉપર વાહન ચેક કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જાહેરમાં દારૂ પી ને વાહન ચલાવતા ઇસમો, કાળા કાચવાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબરપ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બીંગમાં એસપી અને ડીવાયએસપી ઉપરાંત 7 પીઆઇ, 12 પીએસઆઈ અને 136 પોલીસ કર્મચારીઓ તેમજ 26 મહીલા પોલીસની ટીમો બનાવવામાં આવી હતી.
આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી શહેરમાં કાળા કાચ વાળી ગાડીઓના 38, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના 51 કેસ કરવામાં આવ્યા હતા તેમજ 35 વાહનોને ડીટેઇન કર્યા હતા અને જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથે બે શખ્સ મળી આવ્યા તેની સામે પણ ગુના નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત શીટ બેલ્ટના 2, બી.એન.એસ.૨૮૧ મુજબના 6, ટ્રાફીક અડચણરૂપ પાર્કીંગના 9 કેસ કરવાં આવેલ હતા અને ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી એક જ દિવસમાં પોલીસે 1,30,800 દંડ વસૂલ કરેલ છે અને મોરબી શહેર તેમજ તાલુકામાં દારૂના ના કેસ કરવામાં આવેલ છે જેમાં દેશી દારૂ 58 લીટર અને ઇંગ્લીશ દારૂ મળી કુલ 18,750 નો મુદામાલ કબ્જે કરેલ છે.

