મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
SHARE









વાંકાનેરના જેતપરડા જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં પતરાનું સમારકામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકયો હતો જેથી યુવાનને ઇજાઓ થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર પ્રોમેકટ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પાગલિયા શ્યામલાલ ચૌહાણ નામનો યુવાન પતરા ઉપર ચડીને પતરાનું સમારકામ કારખાનામાં કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી નીચે પટકાવાના કારણે તે યુવાનને ઇજાઓ થયેલ હતો જેથી તેને ઇજગ્રસ્ત હાલતમાં પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

