મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ હળવદના અમરાપર શાળામાં બાળ સંસદ ચૂંટણી, બંધુનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બ્રિજ ઇન્સ્પેક્શન, રોડ રસ્તા રીપેરીંગ અને વરસાદી પાણીના નિકાલ બાબતે બેઠક યોજાઈ


SHARE

















મોરબી જિલ્લામાં બ્રિજ ઇન્સ્પેક્શન, રોડ રસ્તા રીપેરીંગ અને વરસાદી પાણીના નિકાલ બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં આવેલા તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન, રોડ રસ્તાના રીપેરીંગ કામ અને વરસાદી પાણીના નિકાલ બાબતે કલેક્ટર કચેરીમાં નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં પાયાના પ્રશ્નોના નિવારણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તમામ વિભાગોને તેઓના હસ્તક રહેલ તમામ બ્રિજના ટેકનિકલી સર્વે કરાવવા તથા સમયાંતરે બ્રિજની મુલાકાત લેવા અને મુલાકાત સંદર્ભેના તમામ રેકોર્ડની નિભાવની કરવા સૂચના આપવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જો કોઈ બ્રિજ જર્જરીત જણાય તો તેના પર પ્રવેશ પ્રતિબંધાત્મક માટની કાર્યવાહી સત્વરે કરવા જણાવવામાં આવ્યું હતું. બ્રિજ ઉપરાંત મોરબી જિલ્લામાં આવેલ સરકારની ઇમારતો જેવી કે, સરકારી કચેરીઓ આંગણવાડી, શાળાઓ, હોસ્પિટલ, પંચાયતો વગેરે તમામ બિલ્ડિંગ્સની ખરાઈ કરી જર્જરીત હાલતમાં હોય તો સાવચેતી અને સલામતીના તમામ અસરકારક પગલાંઓ લેવા તથા તાત્કાલિક અસરથી તે માટે લેવાપાત્ર તમામ ઘટિત પગલાંઓ લેવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ઓવરબ્રિજ, નેશનલ હાઇવેના સર્વિસ રોડ અને અન્ય મહત્વના માર્ગો તથા બ્રિજ પર વોટરલોગીંગના પ્રશ્નો બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. હાઈવેની ખુલ્લી ડ્રેનેજમાં કચરો ન જાય તે માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. મોરબી શહેરી વિસ્તારમાં નાળા, વોંકળા, પુલિયાની આસપાસ નિયમિત સાફ-સફાઈ થાય તે પ્રકારનું આયોજન કરવા અને પાણીનો નિકાલ અટકે નહીં તે બાબતે જરૂરી મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઈજનેરઓ, નેશનલ હાઈવેના પ્રોજેક્ટ મેનેજર, એન્જિનિયરો, ચીફ ઓફિસર્સ સહતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News